પ્રેસનોટ 548 - તારીખ: 05/07/2024

Updated: 7/6/2024
Copy Link

પ્રેસનોટ: 548
આમ આદમી પાર્ટી

તારીખ: 05/07/2024

ગુજરાત સરકાર દ્વારા GMERS મેડીકલ કોલેજોની ફીમાં કરવામાં આવેલ તોતિંગ ભાવ વધારાનો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં જીલ્લા કક્ષાયે વિરોધ નોંધવશે અને ફી વધારો પાછો ખેંચવા માંગ કરશે: મનોજ સોરઠીયા

સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી માંડીને 88% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કર્યો છે: મનોજ સોરઠીયા

આ ફી વધારાથી ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહી જશે અને આ તેમના પરિવાર સહિત સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય છે: મનોજ સોરઠીયા

અમદાવાદ/સુરત/રાજકોટ/વડોદરા/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ શિક્ષા વિરોધી, ગરીબ- મધ્યમ વર્ગ વિરોધી અને લૂંટારુ પાર્ટી છે. ભાજપે ગુજરાતમાં મેડીકલ શિક્ષણની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. જેના કારણે આજે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે. આવતીકાલે આમ આદમી પાર્ટી ભાજપ સરકારના આ શિક્ષા વિરોધી અને વિદ્યાર્થી વિરોધી નિર્ણયના વિરોધમાં દરેક જીલ્લામાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવશે અને ફી વધારો પાછો ખેંચવા માંગ કરશે.

ગુજરાત સરકાર દ્વારા GMERS મેડીકલ કોલેજોની ફીમાં કરવામાં આવેલ તોતિંગ ભાવ વધારાનો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં જીલ્લા કક્ષાયે વિરોધ નોંધવશે અને ફી વધારો પાછો ખેંચવા માંગ કરશે. સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી માંડીને 88% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કર્યો છે. સરકાર વારંવાર ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારા લગાવે છે તો શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરશે? આ ફી વધારાથી ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહી જશે અને આ તેમના પરિવાર સહિત સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સરકારના નિર્ણય બાદ ગુજરાતભરમાં વાલીઓ પણ ખૂબ જ રોષે ભરાયેલા છે. માટે આમ આદમી પાર્ટી આવતીકાલે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને ફી વધારો પાછો ખેંચવાની માંગણી કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત