પ્રેસનોટ: 506
આમ આદમી પાર્ટી
તારીખ: 07/06/2024
અયોધ્યામાં હાર્યા બાદ ભાજપના લોકો રામ જન્મભૂમિના લોકોને અપશબ્દો બોલવા લાગ્યા છે: ઈસુદાન ગઢવી
ભાજપ હિન્દુઓનું અપમાન કરવાનું બંધ કરે: ઈસુદાન ગઢવી
તમે હાર્યા તો શું હવે હારનું ઠીકરું અયોધ્યાવાસીઓ પર ફોડવાનું? શું પ્રભુ શ્રીરામની જન્મભૂમિના લોકોને અપશબ્દો બોલવાના?: ઈસુદાન ગઢવી
જ્યારે અયોધ્યાવાસીઓ બુલડોઝરના કારણે ચીસો પાડતા હતા, ત્યારે તમે કોઈ એક શબ્દ પણ બોલતા ન હતા: ઈસુદાન ગઢવી
જ્યારે ચૂંટણી જીતો ત્યારે મોદીને જીત અને જો ચૂંટણી હારો તો હિન્દુઓ પર હારનું ઠીકરું ફોડવાનું?:ઈસુદાન ગઢવી
ખબરદાર જો હવે ભાજપના નેતાઓએ હિન્દુઓને બદનામ કર્યા છે તો: ઈસુદાન ગઢવી
એક કેન્દ્રીય મંત્રી ક્ષત્રિય સમાજની માતા બહેન દીકરીઓ પર અસભ્ય ટિપ્પણી કરે છે ત્યારે તમને પેટમાં નથી દુખતું?: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં 26માંથી 25 સીટો આપી, મધ્ય પ્રદેશમાં 29માંથી 29 સીટો આપી પરંતુ આ લોકો માટે તમે કર્યું શું?: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં દર થોડા સમય બાદ ભ્રષ્ટાચારના કારણે દીકરા દીકરીઓ જીવતા ભુંજાઈ જાય છે, એ સમયે તમે કંઈ શબ્દ બોલતા નથી: ઈસુદાન ગઢવી
તમે ગાયોના નામે મત માંગ્યા અને બીજી બાજુ કતલખાનાની કંપનીઓ પાસે તમે ચૂંટણી ફંડ લો છો: ઈસુદાન ગઢવી
હજારો હિન્દુ માતા બહેન દીકરીઓ સાથે બળાત્કાર થાય છે, તે સમય તમને પેટમાં નથી દુખતું: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી અયોધ્યા ખાતે ભાજપ ચૂંટણી જીતતું હતું, પરંતુ પહેલી વખત અયોધ્યામાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. માટે હવે ભાજપના નેતાઓ જાત જાતના નિવેદનો આપી રહ્યા છે જેમ કે "કુતરાઓને વિકાસની શું જરૂરત? કુતરાઓને વિકાસની શું ખબર પડે?" આ શું થઈ રહ્યું છે? તમે હાર્યા તો શું હવે હારનું ઠીકરું અયોધ્યાવાસીઓ પર ફોડવાનું? શું પ્રભુ શ્રીરામના જન્મભૂમિના લોકોને અપશબ્દો બોલવાના? જ્યારે અયોધ્યાવાસીઓ બુલડોઝરના કારણે ચીસો પાડતા હતા ત્યારે તમે કોઈ એક શબ્દ પણ બોલતા ન હતા. જ્યારે ચૂંટણી જીતો ત્યારે મોદીને જીત અને જો ચૂંટણી હારો તો હિન્દુઓ પર હારનું ઠીકરું ફોડવાનું?
જ્યારે ભાજપના નેતાઓ હિન્દુઓની માતા બહેન દીકરીઓ પર ટિપ્પણીઓ કરતા હતા ત્યારે તમને હિન્દુઓની લાગણી ન દેખાઇ? જ્યારે ભગવાન રામના નામે તમે અવારનવાર મત માગીને ખેલ કરતા હતા અને જ્યારે અયોધ્યાના લોકો તમને મત આપતા હતા ત્યારે તેઓ તમને રૂપાળા લાગતા હતા, પરંતુ હવે હાર્યા બાદ તમે બેફામ રીતે અપશબ્દો બોલી રહ્યા છો. ગુજરાતમાં 26માંથી 25 સીટો આપી, મધ્ય પ્રદેશમાં 29માંથી 29 સીટો આપી પરંતુ આ લોકો માટે તમે કર્યું શું? ગુજરાતમાં દર થોડા સમય બાદ ભ્રષ્ટાચારના કારણે દીકરા દીકરીઓ જીવતા ભુંજાઈ જાય છે, એ સમયે તમે કંઈ શબ્દ બોલતા નથી. ભાજપના આવા નેતાઓને શરમ આવવી જોઈએ.
અયોધ્યાના લોકોએ તમને અરીસો દેખાડ્યો એટલે અયોધ્યાવાસીઓને તમે ગુંડા કહેવા લાગ્યા, કાલે તો તમે ભગવાન શ્રીરામને પણ કદાચ ગુંડા કહેશો. તમે ચૂંટણીમાં એટલા સ્વાર્થી બની ગયા છો કે હિન્દુઓને બદનામ કરી રહ્યા છો. ખબરદાર જો હવે તમે હિન્દુઓને બદનામ કર્યા છે તો. તમે હિન્દુઓને શું આપ્યું છે? તમે ગાયોના નામે મત માંગ્યા અને બીજી બાજુ કતલખાનાની કંપનીઓ પાસે તમે ચૂંટણી ફંડ લો છો. હજારો હિન્દુ માતા બહેન દીકરીઓ સાથે બળાત્કાર થાય છે, તે સમય તમને પેટમાં નથી દુખતું. એક કેન્દ્રીય મંત્રી ક્ષત્રિય સમાજની માતા બહેન દીકરીઓ પર અસભ્ય ટિપ્પણી કરે છે ત્યારે તમને પેટમાં નથી દુખતું? અને તમે તેમને બચાવો છો છાવરો છો. હું ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે હવે આ પ્રકારની ટિપ્પણીઓ કરવાનું બંધ કરે અને ભાજપ હિન્દુઓનું અપમાન કરવાનું બંધ કરે.
આમ આદમી પાર્ટી ગુજરાત